ચાલતી પટ્ટી

" શિક્ષણ અને સંસ્કારનો સમન્વય એટલે પરોયા પ્રાથમિક શાળા (તા.ખેડબ્રહ્મા ,જી.સાબરકાંઠા )"

03 July 2018

એક બાળ એક ઝાડ કાર્યક્રમ ૨૦૧૮




    એક બાળ  એક ઝાડ



       નમસ્કાર મિત્રો ,
                             નવીન સત્રની શરૂઆત થતાં જ શાળાના ખૂલવાના સાથે સાથે વરસાદની પણ રાહ એટલી જ જોવાય છે. અને એક વરસાદ થતાંની સાથે બાળકો વારંવાર પૂછવા આવે , સાહેબ ક્યારે વૃક્ષો લાવના છે ? ... આ પ્રશ્ન જ બાળકોનો વૃક્ષો પ્રત્યેનો અનહદ પ્રેમ દર્શાવે છે અને અમને શિક્ષકોને પણ જાણે બાળપણની યાદો તાજી કરવાનો મોકો મળતો હોય એમ આખો સ્ટાફ વૃક્ષારોપણમાં જોડાઈ જાય છે. અને ગ્યાં વર્ષથી સાબરકાંઠા જિલ્લાના ઘરેણાં સમાન પ્રોજેકટ “ એક બાળ એક ઝાડ ”ને સાર્થક કરવા અને માં અંબેના ચરણોમાં હરિયાળી સમર્પિત કરવા આખી શાળા જોડાય છે. અને આ વર્ષે તો ગ્રામજનો પણ આ એક કાર્યક્રમ ન રહેતા ગામ માટે એક સામૂહિક પ્રસંગ બની બેઠો છે . જેની કેટલીક જાંખી પ્રદર્શિત કરી છે .